ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. મેક્રોને લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન લેબનોનમાં તરત જ યુદ્ધવિરામ માટે ભારપૂર્વક જણાવ્યું. મેક્રોને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓની તીવ્રતા અને નાગરિકો પર તેમની દુ:ખદ અસર અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. બેરી સાથેની તેમની વાતચીતમાં, મેક્રોને લેબનીઝ લોકોને દેશની સ્થિરતા અને એકતા માટે એક થવા હાકલ કરી, તમામ પક્ષોને એકવ્યાપક રાજકીય કાર્યક્રમને સમર્થન આપીને એકસાથે આ નવા પડકારનો સામનો કરવા વિનંતીકરી જેમાં રાષ્ટ્રીય એકતાની બાંયધરી આપનાર રાષ્ટ્રપતિની પસંદગીનો સમાવેશ થાય છે. ફ્રેન્ચરાષ્ટ્રપતિએ પુષ્ટિ કરી કે પેરિસ આ મહિનાની 24 મી તારીખે પેરિસમાં યોજાનારી આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા લેબનોનના લોકો અને સાર્વભૌમત્વને સમર્થન આપવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને એકત્ર કરવાનું ચાલુ રાખશે.
Site Admin | ઓક્ટોબર 13, 2024 7:58 પી એમ(PM)