ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 17, 2024 9:38 એ એમ (AM) | વાવાઝોડા

printer

ફ્રાન્સના મેયોટ ટાપુ પર ત્રાટકેલા વિશાનક વાવાઝોડામાં અનેક લોકોના મોતની આશંકા

ફ્રાન્સના મેયોટ ટાપુ પર વાવાઝોડા ચિડોના કારણે ભારે વિનાશ વચ્ચે અનેક લોકોના મોતની આશંકા છે. અત્યાર સુધી ત્યાં 20 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્રનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે. વહીવટી તંત્રએ આ અંગે ચેતવણી પણ જાહેર કરી છે. શનિવારે આ વિસ્તારમાં આવેલા ભીષણ વાવાઝોડાને કારણે 225 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.
એવું માનવામાં આવે છે કે 90 વર્ષમાં આ ટાપુ પર ત્રાટકેલું આ સૌથી ભયાનક તોફાન છે. જેના કારણે દરિયામાં આઠ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. મડાગાસ્કર અને મોઝામ્બિકના દરિયાકાંઠે સ્થિત આ ટાપુ પર વાવાઝોડાને કારણે વીજ પુરવઠો ખોરવાઇ ગયો છે અને રાહત સહાય માટે માંગ કરાઇ રહી છે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું છે કે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેઓ રાષ્ટ્રીય શોક જાહેર કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ