ફ્રાન્સના મેયોટ્ટેમાં ચક્રવાત ચિડોને કારણે અત્યાર સુધી 22 લોકોનાં મૃત્યુ થયા છે અને 1400ને ઇજા થઈ છે. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે પ્રતિ કલાક 200 કિલોમીટરની ઝડપથી આવેલા ચક્રવાતમાં સેંકડો લોકોમાર્યા ગયા હોવાની ભીતિ છે. અનેક વિસ્તારો સુધી પહોંચવું અશક્ય હોવાથી જાનમાલને નુકસાનનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે. બચાવ કર્મચારીઓ કાટમાળમાંથી બચી ગયેલાઓને શોધી રહ્યા છે. મોઝામ્બિકમાં પણ ચક્રવાતચિડોને કારણે 34 લોકોનાં મૃત્યુ થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિનાશક વાવાઝોડાંએ વેરેલા વિનાશ અંગે શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ ફ્રાન્સને તમામ શક્ય મદદ કરવાની તૈયારી બતાવી છે.
Site Admin | ડિસેમ્બર 17, 2024 7:14 પી એમ(PM)