ફ્રાન્સ અને અમેરિકાની મહત્વપૂર્ણ અને ફળદાયી મુલાકાત પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે ભારત પરત ફર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર અમેરિકાની મુલાકાતે ગયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પના બીજા કાર્યકાળમાં પ્રધાનમંત્રીની અમેરિકાની આ પ્રથમ મુલાકાત હતી.
આ મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રીએ વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય ચર્ચાઓ કરી હતી. ગુરુવારે મોડીરાત્રે વ્હાઇટ હાઉસમાં ચાર કલાક સુધી દ્વિપક્ષીય ચર્ચા થઈ હતી.
ફ્રાંસ અને અમેરિકાના પ્રવાસથી પ્રધાન મંત્રી મોદી પરત ફર્યા
