ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 31, 2025 6:42 પી એમ(PM) | ચૂંટણી

printer

ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વલસાડ ચૂંટણી સમિતિની બેઠક બાદ વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી

ફેબ્રુઆરીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વલસાડ ચૂંટણી સમિતિની બેઠક બાદ વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.ભાજપના ઉમેદવાર સામે ભાજપનાં જ સભ્ય  ઉમેદવારી નોંધાવશે તો પક્ષ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે એમ ભાજપના સૂત્રોએ જણાવ્યું છે.સૂત્રોના જણાવ્યા અનુસાર, કેટલાક નારાજ કાર્યકરો અપક્ષ તરીકે ચૂંટણી લડવાનું વિચારી રહ્યા છે. આ ઉપરાંત, ભાજપે ઉમરગામ અને કપરાડા તાલુકા પંચાયતોની ખાલી બેઠકોની પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારોની પસંદગી કરી લીધી છે. આ નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જાવાની શક્યતા છે. વલસાડ નગર પાલિકામાંથી 10 કાઉન્સિલરોને રિપીટ કરવામાં આવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ