ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા – FSSAI એ ઈ-કોમર્સ ક્ષેત્રમાં ખાદ્ય સુરક્ષાના ધોરણોને મજબૂત કરવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરી છે. ઈ-કોમર્સ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBOs) ને ગ્રાહકોને વિતરણ સમયે અથવા વપરાશ માટે અયોગ્ય બનતા 40 દિવસ પહેલા ખાદ્ય ચીજવસ્તુઓની લઘુતમ ગુણવત્તા 30 ટકા જાળવી રાખવા જણાવ્યું છે. સત્તાવાળાઓએ ગઈકાલે દિલ્હીમાં ઈ-કોમર્સ એફબીઓ સાથે બેઠક યોજી હતી. આ સભામાં 200 થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન, ઇ-કોમર્સ એફબીઓ માટે અનુપાલન આવશ્યકતાઓને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.ઓનલાઈન પ્લેટફોર્મ પર કરવામાં આવતા અતિશયોક્તિપૂર્ણ દાવાઓ સામે સત્તાવાળાઓએ ખોરાક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને પણ ચેતવણી આપી હતી. મુખ્ય અધિકારી જી કમલ વર્ધન રાવે જણાવ્યું હતું કે આ માર્ગદર્શિકા ગેરમાર્ગે દોરતી માહિતીને ટાળશે અને ઉત્પાદનના ચોક્કસ વર્ણનના ગ્રાહકોના અધિકારનું રક્ષણ કરશે. શ્રી રાવે જણાવ્યું હતું કે FSSAI તરફથી માન્ય લાઇસન્સ અથવા નોંધણી વિના કોઈપણ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર કામ કરી શકશે નહીં.
Site Admin | નવેમ્બર 13, 2024 10:48 એ એમ (AM) | #FSSAI #FoodSafety #akashvani | akashvaninews | India | newsupdate