ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 9, 2024 8:39 એ એમ (AM) | ખાદ્ય પદાર્થો

printer

ફુડ સેફ્ટી પખવાડિયામાં પ્રથમ ચાર દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ઝૂંબેશમાં 1 કરોડ 73 લાખથી વધુનો 32 હજાર કિલો જથ્થો જપ્ત કરાયો

3 ઓકટોબરથી શરૂ થયેલા ફુડ સેફ્ટી પખવાડિયામાં પ્રથમ ચાર દિવસમાં ખાદ્ય પદાર્થોના ચેકિંગની ખાસ ઝૂંબેશમાં 1 કરોડ 73 લાખથી વધુનો ૩૨,૦૦૦ કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,ફૂડ સેફટી પખવાડિયા દરમ્યાન વિવિધ જગ્યાએ ફૂડ સેફટી ઓન વ્હીલ્સ દ્વારા નવરાત્રી દરમ્યાન લોકોમાં જાગૃતતાના કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. પ્રથમ ૪ દિવસ દરમ્યાન ૬૭૨ એન્ફોર્સમેન્ટ નમૂના અને ૧ હજાર ૬૦૭ સર્વેલન્સ મળીને ૨ હજાર ૨૭૯ નમૂના લેવામાં આવ્યા હતા અને ૧ હજાર ૧૭૦ ઇન્સ્પેક્શન કરાયા હતા.આ દરમ્યાન દૂધ અને દૂધની બનાવટો, મીઠો માવો અને બરફી, ખાદ્ય તેલની દુકાનો સહિત 14 દરોડા પાડવામાં આવ્યા હતા.ફૂડ સેફટી પખવાડિયામાં રાજ્યની ખોરાક અને ઔષધ નિયમન તંત્રની વિવિધ કચેરીઓ દ્વારા જાગૃતિ અને તાલીમની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી. લાયસન્સ રજીસ્ટ્રેશનના કેમ્પમાં 900થી વધુ વેપારીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ઉપરાંત પી.એમ. પોષણ કાર્યક્રમ અંતર્ગત કામ કરતા 15 હજારથી વધુ સંચાલકો ઓનલાઈન ટ્રેઈનિંગમાં જોડાયા હતાં.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ