ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો

ફિચ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતની વૃધ્ધિનો અંદાજ માર્ચનાં સાત ટકાથી વધારીને 7.2 ટકા કર્યો છે. ગ્રાહક ખર્ચ અને રોકાણમાં વધારાને પગલે વૃધ્ધિદરનો અંદાજ સુધારવામાં આવ્યો છે.
આજે વૈશ્વિક અર્થતંત્રની સ્થિતિ અંગે પ્રસિદ્ધ થયેલા ફિચ રેટિંગ્સના ત્રિમાસિક અહેવાલમાં વૈશ્વિક વૃધ્ધિનો અંદાજ 2.4 ટકાથી વધારીને 2.6 ટકા કરવામાં આવ્યો છે. યુરોપિયન દેશોમાં આર્થિક સ્થિતિમાં તથા ચીનનાં નિકાસ ક્ષેત્રમાં સુધારો નોંધાયો છે. ચીનને બાદ કરતાં ઊભરતા બજારોમાં સ્થાનિક માંગમાં મજબૂત ઉછાળો નોંધાયો છે. આ પરિબળો આગામી વર્ષમાં વૈશ્વિક આર્થિક વૃધ્ધિ માટે સકારાત્મક સંકેતો આપે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ