ફાઇનાન્સ બિલ, 2024ને વિચારણા અને પસાર કરવા માટે લોકસભામાં રજૂ કરાયું હતું.આ બીલ ઉપરની ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના ડૉ.અમર સિંહે આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય બજેટમાં માત્ર વધઉ આવક ધરાવતા લોકોને જ રાહત આપવામાં આવી છે અને મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોની કાળજી લેવામાં આવી નથી. તેમણે કહ્યું કે, દેશનો કૃષિ વિકાસ ઘટી રહ્યો છે. ડૉ. સિંહે ખેડૂતોની આવક બમણી કરવાના મુદ્દે સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા..
કોંગ્રેસના અન્ય સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ કહ્યું કે દેશમાં FDI સતત ઘટી રહ્યું છે. તેમણે પેટ્રોલ અને ડીઝલના એક્સાઈઝ ટેક્સમાં ઘટાડો કરવા અને એલઆઈસી અને મેડિકલ ઈન્સ્યોરન્સ પરથી જીએસટી દૂર કરવાની માંગ કરી હતી. તેમણે સરકાર પર હરિયાણા રાજ્ય સાથે પક્ષપાત કરવાનો આરોપ લગાવ્યો હતો.
ચર્ચામાં ભાગ લેતા, ભાજપના નિશિકાંત દુબેએ જણાવ્યું હતું કે, કેન્દ્રીય બજેટમાં એન્જલ ટેક્સ નાબૂદ કરવાની દરખાસ્ત કરવામાં આવી છે જે દેશના યુવાનોની સ્ટાર્ટ-અપ અને નોકરીની સંભાવનાઓને વેગ આપશે. તેમણે અગ્નિવીર યોજનાની ટીકા કરવા બદલ વિપક્ષ પર સવાલ ઉઠાવ્યા હતા. શ્રી દુબેએ સેન્ટ્રલ એજન્સીના દુરુપયોગના આરોપ પર વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે CBI અને EDને ભ્રષ્ટાચારના કેસો સામે કાર્યવાહી કરવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 7:51 પી એમ(PM) | જીએસટી | લોકસભા