પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ રાજ્યની ત્રણ દિવસીય મુલાકાતે છે. દરમિયાન આજે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક સહિતના માહિતી ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી. સમિતિએ ગુજરાત રાજ્યમાં પત્રકારો માટેના એક્રેડિટેશન કાર્ડ અંગેના નિયમોની વિગતવાર માહિતી મેળવી, આ અંગે ચર્ચા કરી હતી. સમિતિએ ગુજરાત પ્રેસ એક્રેડિટેશન સલાહકાર સમિતિ તેમજ સ્થાનિક પત્રકારો પાસેથી સૂચનો મેળવ્યા હતા, જ્યારે સમિતિ દ્વારા કેટલાંક જરૂરી સૂચનો પણ કરવામાં આવ્યાં હતાં
Site Admin | જુલાઇ 9, 2024 7:49 પી એમ(PM) | પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા