પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે. આજે જામનગરના સીદસર ખાતે યોજાયેલા વિરાટ કૃષિ સંમેલનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પોતાના સંબોધનમાં આ મુજબ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે પ્રાકૃતિક કૃષિ જ જંતુનાશક દવાઓથી ઝેરયુક્ત બનેલી ધરતીને અને બિન આરોગ્યપ્રદ ઉત્પાદનોથી માનવજાતને બચાવી શકશે.
આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પ્રાકૃતિક કૃષિ પર ભાર મુકતાં જણાવ્યું હતું કે આવનારી પેઢીને સ્વચ્છ અને સ્વસ્થ ભવિષ્ય આપવું હશે તો આજથી જ પ્રાકૃતિક કૃષિ તરફ વળવું અનિવાર્ય છે.
Site Admin | ડિસેમ્બર 26, 2024 8:10 પી એમ(PM) | પ્રાકૃતિક કૃષિ
પ્રાકૃતિક કૃષિ અભિયાનને રાજ્ય સરકારે વિશેષ ઝુંબેશ તરીકે સમગ્ર રાજ્યમાં અમલી બનાવ્યું છે
