કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરની સમિતિએ ગયા વર્ષે અચાનક આવેલા પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડા જેવી પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત પાંચ રાજ્યને એક હજાર 544 કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી આપી છે. આ રકમ રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ ભંડોળ- NDRFમાંથી તરફથી જાહેર કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ, આંધ્રપ્રદેશ માટે 608 કરોડ રૂપિયા, નાગાલૅન્ડ માટે 170 કરોડ, ઓડિશા માટે 255 કરોડ, તેલંગાણા માટે 231 કરોડ અને ત્રિપુરા માટે 288 કરોડ રૂપિયાથી વધુની રકમને મંજૂર કરવામાં આવી છે.
ગૃહ મંત્રાલયે જણાવ્યું, આ સહાય રાજ્ય આપત્તિ પ્રતિભાવ ભંડોળ- SDRF અંતર્ગત કેન્દ્ર દ્વારા રાજ્યોને પહેલાથી ફાળવાયેલી રકમથી અલગ છે. નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન કેન્દ્ર સરકારે SDRF અંતર્ગત 27 રાજ્યને 18 હજાર 322 કરોડ રૂપિયાથી વધુ અને NDRFમાંથી 18 રાજ્યને 4 હજાર 808 કરોડ રૂપિયાથી વધુની
રકમ જાહેર કરાઈ છે.
Site Admin | ફેબ્રુવારી 19, 2025 2:10 પી એમ(PM)
પ્રાકૃતિક આપત્તિઓથી અસરગ્રસ્ત 5 રાજ્યને એક હજાર 544 કરોડ રૂપિયાથી વધુની વધારાની કેન્દ્રીય સહાયને મંજૂરી
