પ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરના મંદિરમાં પ્રસાદ બગડી જતો હોવાનો એક સેવક દ્વારા થયેલા આક્ષેપને અમૂલ દ્વારા નકારવામાં આવ્યાં છે.. આણંદ અમૂલ ડેરી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજી બે દિવસથી ચાલતા ડાકોર પ્રસાદના વિવાદ બાબતે સ્પષ્ટીકરણ કરવામા આવ્યું હતું. જેને લઈને આજે સમગ્ર મામલે અમુલ ડેરીના મેનેજીંગ ડાયરેક્ટર અમિત વ્યાસે પ્રેસ કોન્ફરન્સ યોજીને નિવેદન આપતા જણાવ્યું હતું કે ડાકોર મંદિરના સેવકના આક્ષેપ પાયા વિહોણા છે તથા અમુલ ઘી પર કરાયેલા આક્ષેપોને અમુલ દ્વારા વખોડી કઢાયા છે.
બીજી તરફ વિખ્યાત દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરના તંત્ર દ્વારા પ્રસાદ બાબતે સ્પષ્ટતા કરાઇ હતી કે પ્રસાદ બનાવવા માટે ઉચ્ચ ગુણવત્તાની ચીજ વસ્તુઓ વપરાય છે. પ્રસાદના સેમ્પલ ચકાસણી માટે મોકાલાયા હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો..
Site Admin | સપ્ટેમ્બર 26, 2024 8:17 પી એમ(PM) | ડાકોર