પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજે 2025 ના નવા વર્ષના પ્રારંભે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વહેલી સવારની નવા વર્ષની મંગલા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતાં. આજના નવા વર્ષા આરંભે શ્રધ્ધાળુઓએ પોતાના પરિવાર અને દેશની અને રાજ્યની પ્રગતિ માટેની પ્રાર્થના કરી હતી.
જ્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 2025ના પ્રથમ દિવસે પ્રાતઃ આરતીના દર્શનાર્થે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને શીવભક્તોએ વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરી હતી. આજના આ દિવસે સોમનાથ મહાદેવની વિશેષ આરતી અને શ્રૃંગાર કરાયા હતા.
Site Admin | જાન્યુઆરી 1, 2025 3:26 પી એમ(PM) | યાત્રાધામ