પ્રસાર ભારતી બૉર્ડના અધ્યક્ષ નવનીતકુમાર સેહગલે પોતાના 2 દિવસના મુંબઈ પ્રવાસ દરમિયાન આજે મુંબઈ આકાશવાણી કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ 2 દિવસ તેઓ આકાશવાણી અને દૂરદર્શનના અધિકારીઓ સાથે બેઠક યોજશે.
શ્રી સેહગલે આજે આકાશવાણીના અધિકારીઓ સાથે મુલાકાત દરમિયાન અધિકારીઓને કાર્યક્રમનું નિર્માણ કરતા સમયે શ્રોતાઓના રસ અંગે વિચાર કરવાનું સૂચન કર્યું હતું. તેમણે અધિકારીઓને મહિલાઓ, યુવાનો અને ખેડૂત સહિત વિવિધ શ્રોતા વર્ગ માટે કાર્યક્રમ બનાવવા માટે પ્રેરણા આપી હતી. ઉપરાંત શ્રી સેગલે સાહસિકતા, કૌશલ્ય વિકાસ અને સ્ટાર્ટ-અપ જેવા કેન્દ્રીત કાર્યક્રમોને વધારવાનું પણ સૂચન આપ્યું.
Site Admin | ઓગસ્ટ 10, 2024 8:12 પી એમ(PM)