પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં, આકાશવાણી, પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી સેહગલે કહ્યું કે ત્રણ સંસ્થાઓના કર્મચારીઓની પ્રધાનમંત્રીની પ્રશંસા સહુ માટે પ્રેરણારૂપ છે અને કર્મચારીઓને પ્રોત્સાહન મળ્યું છે. શ્રી સહગલે કહ્યું કે રાષ્ટ્ર નિર્માણના સંકલ્પને લોકો સુધી લઈ જવા માટે આ સંસ્થાઓ શ્રી મોદી સાથે હાથ મિલાવે છે તેનો મને ગર્વ છે. પ્રસાર ભારતીના અધ્યક્ષે કહ્યું કે પ્રધાનમંત્રીનો સંદેશ સમગ્ર પ્રસાર ભારતી પરિવારમાં નવી ઉર્જા અને નવી ચેતનાનો સંચાર કરશે.
Site Admin | સપ્ટેમ્બર 29, 2024 8:12 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહગલે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમ દરમિયાન પોતાના સંબોધનમાં, આકાશવાણી, પ્રસાર ભારતી અને દૂરદર્શનની પ્રશંસા કરવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો છે.
