પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરા સુરેન્દ્રનગરના ચોટિલા ખાતે આજથી બે દિવસ યોજાનારા ચોટીલા ઉત્સવનો પ્રારંભ કરાવશે.આ ઉત્સવમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2014-15થી સોમનાથ,અંબાજી,દ્વારકા સહિતના 11 યાત્રાધામ ખાતે બે દિવસનાં ઉત્સવનું આયોજન કરાય છે.