પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મેઘ મલ્હાર પર્વ-૨૦૨૪ ના ઉદ્ઘાટન બાદ સાપુતારા સ્થિત સ્પોર્ટ્સ સંકુલની મુલાકાત લીધી હતી . મંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે સંવાદ કરી રમત વિષયક માહિતી મેળવી હતી ,તેમજ મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ ખેલાડીઓને પ્રોત્સાહિત કરતા તીરંદાજી પણ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સાપુતારાનું જિલ્લા રમત સંકુલ, ૧૫ એકરમાં બનાવવામાં આવ્યું છે. જેમાં, ૪૦૦ મીટર સિન્થેટીક એથ્લેટિક ટ્રેક, ૧૫૦ ખેલાડીઓની ક્ષમતા ધરાવતી ચાર માળની હોસ્ટેલ, ખો-ખો, કબડ્ડી અને વોલીબોલ માટે બે બે કોર્ટ સહિતની સુવિધાઓ ખેલાડીઓ માટે ઉપલબ્ધ છે.
Site Admin | જુલાઇ 30, 2024 7:44 પી એમ(PM) | પ્રવાસન મંત્રી