પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ક્ષમતા નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા દેશની સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ તરફ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી છે.
આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતાં શ્રી શેખાવતે કહ્યું હતું કે સરકાર શક્ય તેટલા વધુ ભારતીય સ્થળોને વૈશ્વિક વારસા સૂચિમાં સામેલ કરવા માટે પ્રયાસો કરી રહીછે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં 13 સ્થળોનો આ સૂચિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત વિશ્વ વારસા સમિતિની બેઠક યોજવામાં આવી હતી તે અંગે વાત કરતાં તેમણે ભારતે કામચલાઉ યાદીમાં વધુ 53 સ્થળોના નામ સબમિટ કર્યા હોવાનું જણાવ્યું હતું.
Site Admin | જુલાઇ 31, 2024 2:41 પી એમ(PM) | પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી
પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે ક્ષમતા નિર્માણ અને આંતરરાષ્ટ્રીય સહયોગ દ્વારા દેશની સંસ્કૃતિ અને વારસાના સંરક્ષણ તરફ સરકારના પ્રયાસોની પ્રશંસા કરી
