પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતાએ જણાવ્યું કે, 6 દિવસના આ ઉત્સવ દરમિયાન તમામ સહભાગીઓ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવાનો સંકલ્પ લેશે. ભગવાન બિરસા મુંડાની 150મી જયંતિની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર વર્ષને આદિવાસી ગૌરવ દિવસ જાહેર કરાયો છે.
આ તરફ ભારતીય બેડમિન્ટન ખેલાડી અને ઑલિમ્પિકમાં કાંસ્ય ચંદ્રક વિજેતા સાઈના નેહવાલે મહાકુંભના સંગમમાં આજે આસ્થાની ડૂબકી લગાવી હતી.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 2:12 પી એમ(PM) | પ્રયાગરાજ મહાકુંભ
પ્રયાગરાજ મહાકુંભમાં આજે આદિવાસી સાંસ્કૃતિક સંમેલન યોજાશે, જેમાં દેશભરમાંથી આદિવાસી સમુદાયના 15 હજારથી વધુ લોકો ઉપસ્થિત રહેશે
