પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત થયા હતા.
મૃતકોમાં દંપતી અને તેમના 2 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માત પટનાથી 40 કિલોમીટર દૂર આરા-મોહનિયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જગદીશપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુલ્હનગંજ બજારમાં એક પેટ્રોલ પંપ પાસે થયો હતો. યાત્રાળુઓની કાર પાછળથી પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ. કારમાં મુસાફરી કરી રહેલ પરિવાર પટનાના જક્કનપુરનો રહેવાસી હતા. મૃતકોમાં 4 મહિલાઓ અને
2 પુરુષોનો સમાવેશ થાય છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:55 પી એમ(PM) | પ્રયાગરાજ મહાકુંભ
પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહેલા 6 શ્રદ્ધાળુઓના આજે સવારે બિહારના ભોજપુર જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મોત
