ઉત્તરપ્રદેશમાં પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગઈ કાલે રાત્રે થયેલી ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા થઈ છે. મૃતકોમાંથી 25 લોકોની ઓળખ થઈ ચૂકી છે. મૃતકોમાં કર્ણાટકના 4 શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે. મહાકુંભનાં મેળા અધિકારી ડીઆઇજી વૈભવ ક્રિશ્નાએ આજે સાંજે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ગઈ કાલે રાત્રે 1થી 2 વાગ્યા દરમિયાન ભારે ભીડ બેરીકોડ તોડીને ધસી આવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
મહાકુંભમાં ભાગદોડની ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ગૃહમંત્રી અમિત શાહે દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.
Site Admin | જાન્યુઆરી 29, 2025 7:33 પી એમ(PM) | મહાકુંભ
પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ધક્કામુક્કીમાં એક ગુજરાતી સહિત 30 શ્રધ્ધાળુનાં મૃત્યુ અને 60ને ઇજા
