પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં બે હજાર ૨૩૫ ગુજરાતી યાત્રિકોએ ઉતારો મેળવ્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમના હેલ્પ ડેસ્કે ૨૧ હજાર ૫૧૯ યાત્રિકોને ફોન ઉપર માર્ગદર્શન આપી ગંતવ્ય સ્થાને પહોંચાડ્યા હતા. જ્યારે ગુજરાતના પ્રસિદ્ધ સ્થળોની ઝાંખી રજૂ કરતા પ્રદર્શન ખંડની ૬૯ હજાર ૧૯૨ યાત્રાળુંઓએ મુલાકાત લીધી હતી.ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોના નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું છે
Site Admin | ફેબ્રુવારી 13, 2025 7:40 પી એમ(PM) | પ્રયાગરાજ
પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભમાં ગુજરાત પેવેલિયનમાં બે હજાર ૨૩૫ ગુજરાતી યાત્રિકોએ ઉતારો મેળવ્યો
