ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 17, 2025 3:21 પી એમ(PM) | પ્રયાગરાજ

printer

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું

પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ માટે પશ્ચિમ રેલવેએ વિવિધ મથકોથી વિશેષ ટ્રેનનું આયોજન કર્યું છે. મહાકુંભ દરમિયાન વાપી, વલસાડ, ઉધના, અમદાવાદ, સાબરમતી, વડોદરા, ભાવનગર, રાજકોટ અને ડૉ. આંબેડકર નગર જેવા વિવિધ સ્થળોએથી 11 જોડી ટ્રેન સાથે 98 ફેરા કરવામાં આવી રહ્યા છે, જે બનારસ, પ્રયાગરાજ અને લખનઉ જેવા સ્થળો માટે ચલાવવામાં આવી રહી છે. આમ, પશ્ચિમ રેલવે મહાકુંભ દરમિયાન 113 વિશેષ ટ્રેન ચલાવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ