ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજમાં મહાકુંભ વિસ્તારને નવા જિલ્લા તરીકે જાહેર કર્યો છે. નવનિર્મિત જિલ્લો મહાકુંભ મેળા તરીકે ઓળખાશે. આગામી કુંભ મેળાના સંચાલન અને વહીવટને સુવ્યવસ્થિત કરવા આ નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો ઉદ્દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માઘ મેળા 2024 દરમિયાન વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે મહાકુંભનો મેળો દર 12 વર્ષે એકવાર યોજાય છે, તે પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીએ શરૂ થશે અને 26 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થશે. ભારતીય સંસ્કૃતિના સંવર્ધનમાં મહાકુંભ એક સીમાચિહ્નરૂપ સાબિત થવાની ધારણા છે.
Site Admin | ડિસેમ્બર 2, 2024 10:56 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | Kumbh Melo | Mahakumbh | news | newsupdate | topnews | uttarpradesh | Yogi | Yogi Adityanath | ઉત્તરપ્રદેશ | કુંભમેળો | ભારત | મહાકુંભ | મુખ્યમંત્રી | યોગી આદિત્યનાથ