ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 13, 2025 7:53 પી એમ(PM)

printer

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનો શુભારંભ – ત્રિવેણી સંગમ ખાતે આજે દોઢ કરોડ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું

પ્રયાગરાજમાં મહાકુંભના પ્રથમ દિવસે આજે એક કરોડ ૫૦ લાખથી વધુ ભક્તો અને મુલાકાતીઓએ પવિત્ર સ્નાન કર્યું.પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળા, મહાકુંભમાં, ભક્તોનુંસ્વાગત કરવા માટે હેલિકોપ્ટરથી ફૂલોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો.
આ કુંભમેળામાં ગંગા, યમુના અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમનાવિવિધ ઘાટોમાં ભક્તોએ પવિત્ર ડૂબકી લગાવી હતી. અમારા સંવાદદાતા જણાવે છે કે સરકારેઆ કાર્યક્રમને સલામત, સુરક્ષિત અને યાદગાર બનાવવા માટે તમામપ્રયાસો કર્યા છે. મહાકુંભ માટે સાત સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બેહજાર ગંગા સેવાદૂતો નદીઓ અને ઘાટોની સ્વચ્છતા સુનિશ્ચિત કરી રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ