પ્રયાગરાજમાં મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે સંગમ ઘાટની મુલાકાત લીધી અને ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી હતી. પંચે મહાકુંભની વ્યવસ્થા અને સંચાલન સાથેસંકળાયેલા અધિકારીઓ સાથે પણ બેઠક યોજી.બુધવારે મહાકુંભના સંગમ વિસ્તારમાં બનેલી આ ઘટનમાં 30 લોકોના મૃત્યુ થયા હતા અને 60 લોકોઘાયલ થયા હતા. આ પંચ એક મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે કમિશન પગલાં પણ સૂચવશે. ત્રણ સભ્યોના આ કમિશનનું નેતૃત્વ અલ્હાબાદ વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ હર્ષ કુમાર કરી રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 7:50 પી એમ(PM) | મહાકુંભ
મહાકુંભ ઘટનાના કારણોની તપાસ માટે રચાયેલા ન્યાયિક પંચે આજે ઘટનાના કારણો અને સંજોગોની તપાસ કરી
