પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો અંતિમ તબક્કામાં છે ત્યારે જૂનાગઢમાં પણ આજે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે. મહાવદ નોમથી મહાવદ તેરસ સુધી ચાલનારા ધર્મ મેળામાં રાજ્યભરમાંથી અનેક શિવભક્તો આવે છે. ભવનાથ દાદાને શીશ નમાવીને મૃગીકુંડમાં શાહી સ્નાન અને દિગંબર સાધુઓની રવાડી આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મેળામાં આવતા ભક્તોની સગવડ માટે વિવિધ સમિતિઓ દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 7:20 પી એમ(PM)
પ્રયાગરાજમાં ચાલી રહેલો કુંભ મેળો અંતિમ તબક્કામાં છે ત્યારે જૂનાગઢમાં પણ આજે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે.
