પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગ દ્વારા મેળા વિસ્તારમાં સ્થાપિત કેમ્પમાં આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ કરવા જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાકુંભ 2025 પર ત્રણ સ્મારક ટપાલ ટિકિટો બહાર પાડી હતી. તેમણે પ્રયાગરાજમાં અરૈલ ઘાટ પોસ્ટ ઓફિસમાં ટિકિટોનું અનાવરણ કર્યું. સ્મારક ટપાલ ટિકિટોમાં ત્રિવેણી તીર્થના ત્રણ મુખ્ય પાસાઓ મહર્ષિ ભારદ્વાજ આશ્રમ, સ્નાન અને અક્ષયવટ દર્શાવવામાં આવ્યા છે. પવિત્ર સ્નાન દિવસો પર વિશેષ કવર, ‘દિવ્ય, ભવ્ય અને ડિજિટલ મહાકુંભ’ અને પોસ્ટકાર્ડ્સ સહિત અન્ય ટપાલ ટિકિટો પણ બહાર પાડવામાં આવી છે. આ વસ્તુઓ વેબસાઇટ – www.epostoffice.gov.in પર ઉપલબ્ધ છે. આકાશવાણી સમાચાર સાથે વાત કરતા ભારતીય ટપાલ વિભાગના નાયબ પોસ્ટમાસ્ટર મનોજકુમાર પાંડેએ ભક્તોને પૂરી પાડવામાં આવતી સેવાઓ અંગે જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 14, 2025 6:29 પી એમ(PM) | પ્રયાગરાજ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી
