પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી રહ્યા છે.
લાખો લોકોના આ મેળાવડાએ પ્રયાગરાજની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે એટલું જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર અને વ્યવસાયને પણ વેગ આપ્યો છે.
દરમિયાન ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજમાં તમામ સેવા-સુવિધા પૂરી પાડવા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે ‘ગુજરાત પેવિલિયન’ બનાવામાં આવ્યું છે જેનો ઉદ્દેશ પ્રવાસીઓને ગુજરાતના વૈવિધ્યસભર વારસાથી પરિચિત કરાવી તીર્થયાત્રીઓને શક્ય તમામ પ્રકારની મદદ કરવાનો છે.
આ ઉપરાંત ગુજરાત પ્રવાસન નિગમ દ્વાર ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1800-180-5600 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર સંપર્ક કરીને ગુજરાતીઓ મહાકુંભને લગતી તમામ માહિતી ઉપરાંત પેવેલિયનની વિવિધ સેવાઓ વિશે જાણકારી મેળવી શકશે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 8:52 એ એમ (AM) | મહાકુંભ