પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સંસ્કૃતિ કા મહાકુંભ’નો પ્રારંભ થશે. તે અંતર્ગત પ્રખ્યાત કલાકારોની મનમોહક પ્રસ્તુતિઓથી ભારતીય સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા દર્શાવવામાં આવશે. મુખ્ય મંચ ગંગાપંડાલ ખાતે યોજાનારા આ કાર્યક્રમનો શુભારંભ પ્રખ્યાત ગાયક શંકર મહાદેવનની વિશેષ પ્રસ્તુતિથી થશે.યમુના અને સરસ્વતી પંડાલોમાં પણ આજે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જ્યારે ત્રિવેણી પંડાલમાં 21 જાન્યુઆરીથી કાર્યક્રમોનો શુભારંભ થશે. મુખ્ય ગંગા પંડાલમાં દસ હજાર દર્શકો માટે સુવિધાયુક્ત વ્યવસ્થા કરવામાં આવી છે.પ્રયાગરાજનો મહાકુંભ સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા સાથે સાથે પર્યાવરણ સંરક્ષણની સશક્ત ઓળખ બની રહ્યો છે. પ્રયાગરાજ આ મહિનાની 31મી તારીખે હરિત મહાકુંભની યજમાની પણ કરશે. મહાકુંભ દરમિયાન સ્વાસ્થ્ય દેખરેખના પ્રયાસના ભાગરૂપે નેત્ર કુંભની પહેલ કરવામાં આવી છે.આ પહેલના માધ્યમથી પ્રજ્ઞાચક્ષુ લોક માટે વિશેષ વયવસ્થા કરવામાં આવી છે.સાંભળીએ એક અહેવાલ.(વૉઈસકાસ્ટઃ ANAND BHAI)
Site Admin | જાન્યુઆરી 16, 2025 2:44 પી એમ(PM) | પ્રયાગરાજ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ ‘સંસ્કૃતિ કા મહાકુંભ’નો પ્રારંભ થશે
