પ્રયાગરાજના મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આજે મકરસંક્રાંતિએ સાડા ત્રણ કરોડની વધુ યાત્રાળુઓએ અમૃત સ્નાન કર્યું. અમૃત સ્નાનમાં લાખો ભક્તો અને સંતોએ ભાગ લીધો હતો. મકરસંક્રાંતિના અવસરે, વિવિધ અખાડાઓના મહામંડલેશ્વરોએ પણ અમૃતસ્નાન કર્યું. મકરસંક્રાંતિ દરમિયાન બધી પરંપરાઓ અને રિવાજો સરળતાથી ચાલી રહ્યા છે. પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ ભક્તોએ ઘાટ પર ધાર્મિક વિધિઓ અને પ્રાર્થના કરી. પરંપરા મુજબ, ભક્તોએ મકરસંક્રાંતિના અવસર પર દાન આપ્યું હતું. સવારે ગંગા આરતીમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે હેલિકોપ્ટર માંથી શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ પર ફૂલોની પાંખડીઓનો વરસાદ કરવામાં આવ્યો હતો.
Site Admin | જાન્યુઆરી 14, 2025 7:11 પી એમ(PM)