ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 14, 2025 9:01 એ એમ (AM) | પૂર્વ મુખ્યમંત્રી

printer

પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન નો પ્રારંભ.

પ્રયાગરાજમાં આવેલા મહાકુંભમાં મકરસંક્રાંતિ અમૃત સ્નાન ચાલી રહ્યું છે. ૧૩ અખાડાઓમાંથી, દરેક અખાડાને તેના નિર્ધારિત સમય અને ક્રમની જાણ કરવામાં આવી છે. મહાનિર્વાણી પંચાયતી અખાડો આજે વહેલી સવારે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરનારો પહેલો અખાડો હતો. શ્રી પંચાયતી અખાડો નિર્મલ અમૃત સ્નાન કરનારો છેલ્લો અખાડો હશે.આ ભવ્ય કાર્યક્રમ માટે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે, પોષ પૂર્ણિમાના રોજ વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો પ્રારંભ થતાં એક કરોડ પચાસ લાખથી વધુ શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓએ પવિત્ર સ્નાન કર્યું.
આ પ્રસંગે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માજીએ મહાકુંભ અંગે જણાવ્યું હતું કે મહાકુંભ ધાર્મિક આસ્થાની સાથેસાથે દેશની અને ઉત્તર પ્રદેશના આર્થિક ક્ષેત્રને પણ વધુ મજબૂત કરશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ