પ્રયાગરાજના મહાકુંભ નગરમાં ભક્તો અને યાત્રાળુઓ હવે આકાશવાણીના કુંભવાણી ન્યૂઝ બુલેટિનને જાહેર સંબોધન પ્રણાલી દ્વારા લાઇવ સાંભળી શકશે. આજે સવારે સાડા આઠ વાગ્યે કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું મહાકુંભ નગરમાં જાહેર સંબોધન પ્રણાલી દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. કુંભવાણી ન્યૂઝ બુલેટિનનું પ્રસારણ સવારે ૮.૩૦ થી ૮.૪૦, બપોરે ૨.૩૦ થી ૨.૪૦ અને સાંજે ૮.૩૦ થી ૮.૪૦ સુધી કરવામાં આવે છે.
ન્યૂઝ બુલેટિન ૧૦૩.૫ મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી, ન્યૂઝનએર એપ અને વેવ્ઝ ઓટીટી પ્લેટફોર્મ પર પણ સાંભળી શકાશે. આ ચેનલ 26 ફેબ્રુઆરી સુધી સમાચાર અને અન્ય કાર્યક્રમોનું પ્રસારણ કરશે.
Site Admin | જાન્યુઆરી 18, 2025 2:19 પી એમ(PM) | Mahakumbh