પ્રભારીમંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ – કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી. પોર્ટના ચેરમેન સુશિલકુમાર સિંઘે પોર્ટ ખાતે આયાત નિકાસની પ્રક્રિયા અંગે માહિતી આપી હતી. પ્રભારીમંત્રીએ કંડલા પોર્ટ દ્વારા ગાંધીધામ શહેરના વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોને બિરદાવ્યા હતા. તો દિનદયાળ પોર્ટ ઓથોરિટી તરફથી ગોપાલપુરી કેન્દ્રિય વિદ્યાલયને આપવામાં આવેલા સહયોગને આવકારદાયક પહેલ ગણાવી હતી. પ્રભારીમંત્રીએ દિનદયાળ પોર્ટ સી.એસ.આર અંતર્ગત આયોજિત ગુરૂ નાનક સ્કૂલના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટર અને લેપટોપ વિતરણના કાર્યક્રમ હાજરી આપી હતી.
Site Admin | ઓગસ્ટ 9, 2024 8:42 એ એમ (AM) | પ્રફુલ પાનશેરિયા
પ્રભારી મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ગાંધીધામ ખાતે દિનદયાળ પોર્ટ – કંડલા પોર્ટની મુલાકાત લઈને પોર્ટ કામગીરી અંગે વિસ્તૃત જાણકારી મેળવી હતી
