પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે વિકાસની પ્રક્રિયામાં મહિલાઓ, ખેડૂતો, યુવાનો, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સમાન ભાગીદારી સાથે દેશ ‘વિક્સિત ભારત’ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે બપોરે ભુવનેશ્વરના જનતા મેદાનમાં એક જાહેર સભાને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મોદી સરકાર 3.0 આજે 100 દિવસ પૂર્ણ કરી રહી છે અને આ સમયગાળામાં અનેક યોજનાઓ સાકાર થઈ છે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, આ 100 દિવસમાંઘરવિહોણા લોકોને ત્રણ કરોડ પાકા મકાનો, 25 હજાર ગામોમાં પાકા રસ્તા, મેડિકલ કોલેજમાંવધુ 75 હજાર બેઠકો, સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના, બે લાખ કરોડ રૂપિયાનાંલઘુતમ ટેકાનાં ભાવ સહિત અનેક લાભ આપવામાં આવ્યા છે.રાજ્યની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ સુભદ્રા યોજના શરૂ કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, સુભદ્રા યોજના મહિલા સશક્તિકરણને વેગ આપશે અને આપણી નારી શક્તિની નાણાકીય સ્વતંત્રતા સુનિશ્ચિત કરશે. આ યોજના હેઠળ 21થી 60 વર્ષની મહિલાઓને પાંચ વર્ષનાં સમયગાળામાં 50 હજાર રૂપિયા મળશે. પ્રધાનમંત્રીએ બે હજાર 800 કરોડરૂપિયાની રેલવે યોજનાઓ અને એક હજાર કરોડ રૂપિયાથી વધુની ધોરી માર્ગ યોજનાઓનુંશિલારોપણ અને લોકાર્પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ હેઠળ 14રાજ્યોનાં આશરે 10 લાખ લાભાર્થીઓને ત્રણ હજાર 180 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો પણજારી કર્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ અને શહેરી-નાં દેશભરનાં30 લાખ લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ પણ કરાવ્યો હતો.
Site Admin | સપ્ટેમ્બર 17, 2024 6:48 પી એમ(PM) | ઓડિશા | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી