ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી મોદી આ મહિનાની 29મી તારીખે મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સમક્ષ તેમનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લિન્ક ઓપન કરીને પણ પ્રધાનમંત્રીને પોતાનાં સૂચનો રજૂ કરી શકાશે. આ ઉપરાંત, નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ પર પણ ઓનલાઇન રજૂઆત કરી શકાશે. 27 સપ્ટેમ્બર સુધી સૂચનો સ્વીકારવામાં આવશે.
મન કી બાત કાર્યક્રમનું પ્રસારણ 29 સપ્ટેમ્બરે સવારે 11 વાગે આકાશવાણી અને દૂરદર્શનનાં તમામ નેટવર્ક, એઆઇઆર ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર કરવામાં આવશે. આ ઉપરાંત એઆઇઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પીએમઓ અને માહિતી પ્રસારણ મંત્રાલયની યુ ટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ બાદ તરત જ આકાશવાણી પર પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ