પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન બુધવારે મુંબઈના નેવલ ડોકયાર્ડ ખાતે ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળ લડાયક જહાજો INS સુરત, INS નીલગિરી અને INS વાઘશીરને તેમના કમિશનિંગ પ્રસંગે રાષ્ટ્રને સમર્પિત કરશે. ત્રણ મુખ્ય નૌકાદળ લડાયકોનું કમિશનિંગ સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક સ્તરે ભારતને પ્રથમ હરોળમાં મૂકવાના દ્રષ્ટિકોણને સાકાર કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે.
P15B ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું ચોથું અને અંતિમ જહાજ, INS સુરત, વિશ્વના સૌથી મોટા અને સૌથી અત્યાધુનિક ડિસ્ટ્રોયરમાં સ્થાન ધરાવે છે. P17A સ્ટીલ્થ ફ્રિગેટ પ્રોજેક્ટનું પ્રથમ જહાજ, INS નીલગિરી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં અદ્યતન સુવિધાઓનો સમાવેશ થાય છે જ્યારે INS વાઘશીર, સબમરીન બાંધકામમાં ભારતની વધતી જતી કુશળતાનું પ્રતિનિધિત્વ કરે છે. મુલાકાત દરમિયાન, શ્રી. મોદી નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. નવ એકરમાં ફેલાયેલા આ પ્રોજેક્ટમાં અનેક દેવી-દેવતાઓ સાથેનું મંદિર, વૈદિક શિક્ષણ કેન્દ્ર, પ્રસ્તાવિત સંગ્રહાલયો અને સભાગૃહ, ઉપચાર કેન્દ્ર, વગેરેનો સમાવેશ થાય છે.
Site Admin | જાન્યુઆરી 13, 2025 2:47 પી એમ(PM)