પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી નાગપુર રેલવે મથકથી નાગપુર સિકંદરાબાદ વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીઅને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ઉપસ્થિત રહેશે. નાગપુર રેલવે સ્ટેશન પરત્રણ વંદે ભારત ટ્રેનના શુભારંભ માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં નાગપુર—સિકરંદાબાદ,પુણે—હુબલી અને કોલ્હાપુર પુણે માર્ગ સામેલ છે. વિદર્ભ વિસ્તાર માટે મહત્વની નાગપુર—સિકંદરાબાદ વંદે ભારત એક્સપ્રેસ આ બંને ઔદ્યોગિક શહેરને જોડશે અને પૂર્વ વિદર્ભમાં ચંદ્રપુર તેમ જ બલ્હારશાહ શહેરમાં રોકાશે.
Site Admin | સપ્ટેમ્બર 16, 2024 2:34 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | વંદે ભારત ટ્રેન