ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી મોદી આજે સવારે 11 વાગે મન કી બાતમાં પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચાર રજૂ કરશે. સવારે અગિયાર વાગ્યે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ આ કાર્યક્રમનો ગુજરાતીમાં ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્ર પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે.
આ કાર્યક્રમ આકાશવાણીના તમામ નેટવર્ક, AIR ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઑન AIR મોબાઇલ એપ પર પ્રસારિત કરાશે. આ ઉપરાંત આકાશવાણી સમાચાર, દૂરદર્શન સમાચાર, પ્રધાનમંત્રી કાર્યાલય તેમ જ માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુ-ટ્યૂબ ચેનલ પરથી પણ આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ