પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે.
પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ આ પહેલું ગ્રીન હાઇડ્રોજન સેન્ટર હશે. આ પ્રોજેક્ટ પર અંદાજે 1 લાખ 85 હજાર કરોડ રૂપિયાનું રોકાણ થશે. જેનાથી વર્ષ 2030 સુધીમાં 500 GW બિન-અશ્મિભૂત ઉર્જા ક્ષમતાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ મળશે.
પ્રધાનમંત્રી આંધ્રપ્રદેશમાં 19 હજાર 500 કરોડ રૂપિયાથી વધુના રેલ અને રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન પણ કરશે. આ પ્રોજેક્ટ ટ્રાફિકની સમસ્યા ઘટાડશે, કનેક્ટિવિટી વધારશે અને પ્રાદેશિક સામાજિક અને આર્થિક વિકાસને વેગ આપશે.
પ્રધાનમંત્રી મોદી અનકાપલ્લે જિલ્લાના નક્કાપલ્લી ખાતે ઔષધીય બગીચાનો શિલાન્યાસ પણ કરશે. આનાથી રોજગારીની ઘણી તકો ઊભી થશે અને આસપાસના વિસ્તારોના આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે
પ્રધાનમંત્રી તિરુપતિ જિલ્લામાં ચેન્નાઈ-બેંગ્લોર ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર હેઠળ કૃષ્ણપટ્ટનમ ઈન્ડસ્ટ્રીયલ એરિયાનો શિલાન્યાસ પણ કરશે.આ પ્રોજેક્ટથી લગભગ એક લાખ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.