ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પ્રધાનમંત્રી મોદી આજે વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવમાં વર્ચ્યૂઅલ સંબોધન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના ખેડા જિલ્લાના વડતાલમાં સ્વામિનારાયણ મંદિરના દ્વિશતાબ્દી સમારોહમાં વીડિયો કૉન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે.
વડતાલમાં આવેલું સ્વામિનારાયણ મંદિર અનેક દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી સ્વામિનારાયણના આદેશ પર સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અને સદગુરુ અક્ષરાનંદ સ્વામીએ કરાવ્યું હતું.
વડતાલ સ્વામિનારાયણ મંદિરની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થતાં દ્વિ-શતાબ્દી મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે દેશ-હજારોની સંખ્યામાં હરીભકતો મહોત્સવમાં સહભાગી થવા વડતાલ ખાતે ઉમટયા છે. 15 નવેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવનો 7 નવેમ્બરે પોથીયાત્રા – કળશયાત્રા સાથે પ્રારંભ થયો હતો. આ મહોત્સવમાં અલગ – અલગ ડોમમાં વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શનો યોજાઈ રહ્યા છે.
આ મંદિર કમળના આકારમાં બનેલું છે, જે તમામ ધર્મ વચ્ચે સદભાવની ભાવનાનું પ્રતીક છે. તાજેતરમાં જ વડતાલ મંદિરની 200મી વર્ષગાંઠ ઉજવવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેની મહત્વની ભૂમિકાના સન્માનમાં એક વિશેષ ટપાલ ટિકિટ પણ જાહેર કરાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ