પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીના ભારત મંડપમ્ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વ ધરોહર સમિતિના 46મા સત્રનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદી સભાને પણ સંબોધિત કરશે. ભારત પ્રથમ વખત વિશ્વ ધરોહર સમિતિની બેઠકનું આયોજન કરી રહ્યું છે. આ બેઠક 31 જુલાઈ સુધી ચાલશે. વિશ્વ ધરોહર સમિતિ વર્ષમાં એક વાર મળે છે અને તે તમામ વિશ્વ ધરોહર-સંબંધિત બાબતોનું સંચાલન કરવા અને વિશ્વ ધરોહર યાદીમાં સમાવિષ્ટ સ્થળો અંગે નિર્ણય લેવા માટે જવાબદાર છે.
આ દરમિયાન વિશ્વ ધરોહર યાદીમાં નવી જગ્યાઓ નક્કી કરવા, હાલની 124 વિશ્વ ધરોહર સંપત્તિઓના સંરક્ષણની સ્થિતિ અંગે અહેવાલ, આંતરરાષ્ટ્રીય સહાય અને વિશ્વ ધરોહર ભંડોળના ઉપયોગ સહિત અન્ય દરખાસ્તો પર ચર્ચા કરવામાં આવશે.
Site Admin | જુલાઇ 21, 2024 11:56 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | narendramodi | newsupdate | World Heritage Committee | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | વિશ્વ ધરોહર સમિતિ