પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને દુબઇનાં યુવરાજ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે નવી દિલ્હીમાં પ્રતિનિધીમંડળ સ્તરની મંત્રણા ચાલી રહી છે. હૈદરાબાદ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં બંને નેતાઓ ભારત અને યુએઇ વચ્ચે દ્વિપક્ષીય સહકારનાં ક્ષેત્રો પર વ્યાપક ચર્ચા કરશે.
શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન ગઈ કાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમની સાથે યુએઇ સરકારના કેટલાંક મંત્રીઓ અને વેપારી પ્રતિનિધિમંડળ આવ્યું છે. દુબઇનાં યુવરાજ તરીકે આ તેમની પ્રથમ ભારત મુલાકાત છે. તેઓ મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલિ અર્પણ કરવા રાજઘાટની પણ મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે.
આવતી કાલે તેઓ મુંબઇમાં બિઝનેસ ફોરમમાં હાજરી આપશે, જેમાં બંને દેશોનાં ઉદ્યોગપતિઓ ભાગ લેશે. ભારત અને યુએઇ ઐતિહાસિક રીતે ગાઢ અને મૈત્રીપૂર્ણ સંબંધો ધરાવે છે. તાજેતરનાં વર્ષોમાં રાજકારણ, વેપાર, રોકાણ, કનેક્ટિવિટી, ઊર્જા, ટેકનોલોજી અને સંસ્કૃતિ સહિતનાં અનેક ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેની સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારી વધુ મજબૂત બની છે.
Site Admin | સપ્ટેમ્બર 9, 2024 3:58 પી એમ(PM) | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી