ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 1, 2024 7:25 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્ર્યૂ હોલનેસ વચ્ચે વેપાર, રોકાણ, પુન: પ્રાપ્ય ઊર્જા સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા થઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જમૈકાના પ્રધાનમંત્રી એન્ડ્ર્યૂ હોલનેસ વચ્ચેનવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે દ્વીપક્ષીય બેઠક મળી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે સંબંધોને વધુ મજબૂત બનાવવા વેપાર, રોકાણ, પુન: પ્રાપ્ય ઊર્જા, ડિજિટલ પરિવર્તન, વિકાસ, ભાગીદારી, શિક્ષણ,કૈશલ્ય વિકાસ અને લોકસંપર્કમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરાઈ.  બેઠક બાદ પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને જમૈકાના સંબંધો મજબૂત ઇતિહાસ, લોકશાહી મૂલ્યો અને લોકસંપર્ક પર ટકેલા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે બંને દેશોને ચાર સી – કલ્ચર, ક્રિકેટ, કોમનવેલ્થ અને કેરિકોમ એટલે કે કેરેબિયન સમુદાય જોડે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જમૈકા ઉચ્ચ આયોગ સામેના માર્ગનું નામ જમૈકા માર્ગ કરવાની જાહેરાત કરી હતી.  આ પ્રસંગે જમૈકાના પ્રધાનમંત્રીના એન્ડ્ર્યૂ હોલનેસે કોવિડના મુશ્કેલ સમયનેયાદ કરતા ભારતને સાચો મિત્ર અને ભાગીદાર ગણાવ્યો. તેમણે જાહેર કર્યું કે જમૈકા પણ ભારત સરકાર તરફથી સંચાલિત વૈશ્વિક જૈવ ઇંધણ ગઠબંધનમાં જોડાશે. શ્રી હોલનેસે જણાવ્યું કેઅંદાજે બે સદીઓથી ભારતીયોએ જમૈકા પર પોતાની છાપ છોડી રહ્યા છે, અને એ દ્વારા તેમણે આરોગ્ય, શિક્ષણ, માહિતી અને ટેક્નોલોજી તેમજ વેપાર સહિતના વિવિધ ક્ષેત્રોમાં જમૈકાના વિકાસમાં યોગદાન આપ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ