25મી જૂન 1975 ના દિવસે કોંગ્રેસની સરકાર દ્વારા દેશભરમાં કટોકટી લગાવવાનો નિર્ણય કરાયો હતો.21 મહિના ચાલેલી આ કટોકટીનો વિરોધ કરનારા અનેક રાજકીય નેતાને જેલવાસ ભોગવવો પડ્યો હતો.આ એકવીસ મહિનાનો સમયગાળો યાતનામય રહ્યો હતો.કટોકટીના કાળને આજે 50 વર્ષ વીત્યા હોવાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સમયગાળાને કંલકિત ગણાવ્યો હતો.શ્રી મોદીએ 1975ની કટોકટી વખતે સંઘર્ષ કરનારા તમામ મહાપુરુષો અને મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી વધુમાં જણાવ્યું હતું કે, આજનો દિવસ એ યાદ અપાવે છે કે કઈ રીતે કોંગ્રેસે દેશના સ્વાભિમાન સમાન બંધારણને કચડી લોકોની મૂળભૂત આઝાદી છીનવી હતી.
Site Admin | જૂન 25, 2024 3:04 પી એમ(PM) | કટોકટી | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી