પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના હિસારથી અયોધ્યાની વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપી અને હિસાર હવાઈમથકના બીજા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કર્યો. 410 કરોડ રૂપિયાથી વધુની કિંમતના આ નવા ટર્મિનલ પ્રોજેક્ટમાં આધુનિક પેસેન્જર ટર્મિનલ, કાર્ગો સુવિધા અને એર ટ્રાફિક કંટ્રોલ બિલ્ડિંગ હશે. આ પ્રસંગે એક જાહેર સભાને સંબોધતા, પ્રધાનમંત્રીએ સમાવેશી વિકાસ માટે ભાજપની પ્રતિબદ્ધતાને પુનરોચ્ચાર કર્યો. તેમણે કહ્યું કે, તેમના પક્ષનો મંત્ર હરિયાણામાં તમામ વંચિતો, ગરીબો, અને પછાત સમુદાયોના ઝડપી વિકાસ માટે કામ કરવાનો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, 2014 પહેલા દેશમાં માત્ર 74 હવાઈમથક હતા અને હવે આ સંખ્યા 150 ને વટાવી ગઈ છે. શ્રી મોદીએ જણાવ્યું, હિસારનું આ હવાઈમથક હરિયાણા યુવાનોના સપનાઓને નવી ઊંચાઈ એ લઈ જશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હરિયાણાના યમુના નગરમાં એક કાર્યક્રમમાં ઉપસ્થિત છે. શ્રી મોદી દીનબંધુ છોટુ રામ થર્મલ પાવર પ્લાન્ટના 800 મેગાવોટ પાવર યુનિટ, મુકરબપુરમાં કમ્પ્રેસ્ડ બાયોગેસ પ્લાન્ટ અને ભારતમાલા પ્રોજેક્ટ હેઠળ 14 કિલોમીટરથી વધુ લાંબા રેવાડી બાયપાસ પ્રોજેક્ટ સહિતના વિકાસ પ્રકલ્પોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ આ પ્રસંગે એક સભાને પણ સંબોધન કરશે.
Site Admin | એપ્રિલ 14, 2025 1:32 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ હરિયાણાના હિસારથી અયોધ્યાની વાણિજ્યિક ફ્લાઇટનો પ્રારંભ કરાવ્યો
