રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેના ખાસ 24 હજાર 800 સ્થળો વિકસાવવાના “જળ સંચય જન ભાગીદારી” પહેલનો આજથી આરંભ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં યોજાયેલા રાજ્યકક્ષાના જન ભાગીદારી પહેલના કાર્યક્રમમાં વર્ચુઅલી સંબોધન કરતાં જણાવ્યું કે, જળ સંચય એ માત્ર નીતિ વિષયક મુદ્દો નથી પણ સામાજિક જવાબદારી છે. શ્રી મોદીએ આપણી આગામી પેઢીઓ માટે સાતત્યપૂર્ણ ભાવિ સુનિશ્ચિત કરવા આ કામગીરીમાં જન ભાગીદારી પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે, આપણી ભાવિ પેઢીઓ પાણી પ્રત્યેના આપણા અભિગમના માપદંડના આધારે આપણું મૂલ્યાંકન કરશે. તેમણે જણાવ્યું કે, પાણી એ માનવતાના ભાવિનું જીવન છે. જળસંચય માટે તેમની સરકારે કરેલા કાર્યોનો તેમણે ઉલ્લેખ કર્યો
પ્રધાનમંત્રીએ ભવિષ્યમાં પાણીની સંભવિત ઘટની સમસ્યા રોકવા નવા અભિગમ સાથે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હતો
અમારા સુરતના પ્રતિનિધી લોપા દરબાર જણાવે છે કે, મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવોએ જળસંગ્રહ માટે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી સરદાર સરોવર તથા સૌની યોજના સહિતની વિવિધ યોજનાઓ અને પહેલોની માહિતી આપી હતી.
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 7:58 પી એમ(PM)
પ્રધાનમંત્રી મોદીએ રાજ્યમાં વરસાદી પાણીના સંગ્રહ માટેની જળ સંચય જન ભાગીદારી પહેલનો સુરતમાં પ્રારંભ કરાવ્યો
