પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે NDAના સાંસદોને સંસદના નિયમોનું પાલન કરવા, સંસદીય લોકશાહીના સિદ્ધાંતોને જાળવી રાખવા અને સારા વ્યવહાર કરવા વિનંતી કરી હતી, શ્રી મોદીએ આજે સવારે નવી દિલ્હીમાં એનડીએ સંસદીય દળની બેઠકને સંબોધતા આ વિનંતી કરી હતી.
નવી સરકારની રચના બાદ એનડીએની આ પ્રથમ બેઠક હતી. બેઠક બાદ મીડિયાને સંબોધતા સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ માહિતી આપી હતી કે પ્રધાનમંત્રીએ NDAના તમામ સાંસદોને યોગ્ય વર્તન અંગે માર્ગદર્શન આપ્યું હતું. શ્રી રિજિજુએ જણાવ્યું કે પ્રધાનમંત્રીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે દરેક સાંસદ દેશની સેવા કરવા માટે ચૂંટાયા છે અને તેઓ ગમે તે પક્ષના હોય, દેશની સેવા તેમની મુખ્ય જવાબદારી છે.
આ અગાઉ એનડીએના નેતાઓ અને સભ્યોએ પીએમ મોદીને સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવા પર અભિનંદન પાઠવ્યા હતા.
Site Admin | જુલાઇ 2, 2024 3:28 પી એમ(PM) | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી