પ્રધાનમંત્રી મોદીએ અમેરિકામાં બોસ્ટન અને લોસએન્જલસમાં બે નવા ભારતીય વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. ભારત હાલમાં ન્યુયોર્ક, એટલાન્ટા, શિકાગો, હ્યુસ્ટન, સાન ફ્રાન્સિસ્કો અને સિએટલમાં છ કોન્સ્યુલેટ ધરાવે છે. પ્રધાનમંત્રીએ હ્યુસ્ટન યુનિવર્સિટીમાં તમિલ અભ્યાસની તિરુવલ્લુવર ચેર ખોલવાની પણ જાહેરાત કરી હતી. કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પુષ્પ મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું, આ પાંચ સ્તંભો મળીને વિક્સિત ભારતનું નિર્માણ કરશે.
શ્રી મોદીએ કહ્યું, P નો અર્થ પ્રગતિશીલ ભારત, U નો અર્થ અણનમ ભારત, S નો અર્થ આધ્યાત્મિક ભારત, H નો અર્થ માનવતા પ્રથમ ભારત, અને P નો અર્થ સમૃદ્ધ ભારત. પ્રધાનમંત્રીએ ન્યૂયોર્કના લોંગ આઇલેન્ડમાં નાસાઉ કોલિઝિયમમાં એક કાર્યક્રમમાં ભારતીય સમુદાયના એક વિશાળ જનમેદનીને સંબોધિત જણાવ્યું હતું કે, વિશ્વ માટે, AI એ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો અર્થ છે, પરંતુ તેઓ માને છે કે AI અમેરિકન-ભારતીય ભાવનાનું પણ પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે, અહીં વસતા મુળ ભારતીયોએ અમેરિકાને ભારત અને ભારતને અમેરિકા સાથે જોડ્યું છે અને તેમની કુશળતા અને પ્રતિભા બેજોડ છે.
Site Admin | સપ્ટેમ્બર 23, 2024 9:29 એ એમ (AM) | પ્રધાનમંત્રી